Friday, July 24, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર પંથકમાં મેઘરાજા ઓળઘોળ : રાત્રિ દરમિયાન અઢી ઇંચ વરસાદથી ધરતીપુત્રો ખુશખુશાલ...

    વાંકાનેર પંથકમાં મેઘરાજા ઓળઘોળ : રાત્રિ દરમિયાન અઢી ઇંચ વરસાદથી ધરતીપુત્રો ખુશખુશાલ…

    વાંકાનેરમાં ૨૪ કલાકમાં ૨.૫ ઇંચ અને મોસમનો કુલ વરસાદ ૫.૪૦ ઇંચ વરસાદ ; ખાલીખમ મચ્છુ-૧ ડેમની જળસપાટીમાં ૧૦ સેમીનો સુધારો…

    વાંકાનેર પંથકમાં મેઘરાજાએ મન મૂકીને મહેરબાન થતાં સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છવાયો છે. રાત્રિ દરમિયાન વાંકાનેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સચરાચર અઢી ઇંચ જેટલો વરસાદ ખાબકતાં ખેતરોમાં નવું જીવન આવ્યું છે અને ધરતીપુત્રોમાં હરખની હેલી જોવા મળી રહી છે….

    તંત્ર તરફથી મળતી માહિતી મુજબ વાંકાનેર પંથકમાં મેઘરાજાની સાર્વત્રિક બેટિંગ જોવા મળી છે, જેમાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન કુલ ૬૪ મીમી એટલે કે ૨.૫૦ ઇંચ જેટલા વરસાદ નોંધાયો છે, જ્યારે સિઝનનો કુલ વરસાદ ૧૩૭ મીમી (૫.૪૦ ઇંચ) નોંધાયો છે. રાત્રિ દરમિયાન પડેલા આ ધોધમાર વરસાદથી વાવેતર કરેલા પાકને નવજીવન મળ્યું છે, જેથી ખેડૂતોમાં સંતોષની લાગણી ફેલાઈ છે….

    મચ્છુ-૧ ડેમની વર્તમાન સ્થિતિ…

    ઉપરવાસ અને કેચમેન્ટ વિસ્તારમાં થયેલા વરસાદને કારણે વાંકાનેરની જીવાદોરી સમાન મચ્છુ-૧ ડેમ માં પણ પાણીની નવી આવક શરૂ થઈ છે, જેમાં જળ સપાટીમાં નહીંવત જેવો ૧૦ સેમીનો વધારો નોંધાયો છે. હાલ મચ્છુ ડેમની જળ સપાટી ૨૧ ફુટ જેટલી નોંધાઈ રહી છે. ડેમ સાઇટ પર ૨૪ કલાકમાં ૪૦ મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે સિઝનનો કુલ વરસાદ ૧૨૧ મીમી નોંધાયો છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!