Wednesday, July 22, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના રાજાવડલા ગામે આવેલ સિદ્ધેશ્વર મહાદેવના સાંનિધ્યમાં વૃક્ષારોપણ અને દાતા સન્માન કાર્યક્રમ...

    વાંકાનેરના રાજાવડલા ગામે આવેલ સિદ્ધેશ્વર મહાદેવના સાંનિધ્યમાં વૃક્ષારોપણ અને દાતા સન્માન કાર્યક્રમ યોજાયો….

    વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે આવેલ સુપ્રસિદ્ધ શ્રી સિદ્ધેશ્વર મહાદેવના પાવન સાનિધ્યમાં સિદ્ધેશ્વર મહાદેવ મિત્ર મંડળ દ્વારા પર્યાવરણ જતન અર્થે વૃક્ષારોપણ તેમજ ઉમદા યોગદાન આપનાર દાતાઓના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે વિવિધ રાજકીય અને સામાજિક ક્ષેત્રના મહાનુભાવોએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી, જેમાં સંજયભાઈ પીપળીયા (પ્રમુખ, રાજકોટ જિલ્લા પંચાયત), શૈલેષભાઇ ઠક્કર (સદસ્ય, ગુજરાત વ્યાપાર સેલ),

    ચતુરભાઈ મકવાણા (મહામંત્રી, મોરબી જિલ્લા ભાજપ), ભરતભાઈ દેગામા (પ્રમુખ, વાંકાનેર તાલુકા ભાજપ), વાઘજીભાઈ ડાંગરોચા (સદસ્ય, જિલ્લા પંચાયત), હરૂભા ઝાલા (પૂર્વ પ્રમુખ, તાલુકા પંચાયત), ક્રિપાલસિંહ ઝાલા (પૂર્વ મહામંત્રી, શહેર ભાજપ), ભરતભાઈ ડાભી (સદસ્ય, રાજકોટ તાલુકા પંચાયત) સહિતના ઉપસ્થિત રહ્યા હતાં….

    કાર્યક્રમ દરમિયાન શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મિત્ર મંડળ દ્વારા પધારેલા તમામ રાજકીય આગેવાનો, સદસ્યશ્રીઓ, કાર્યક્રમમાં આર્થિક તથા નૈતિક સહયોગ આપનાર દાતાઓ તેમજ વિવિધ સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓનું ફૂલહાર અને શાલ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ મંદિર પરિસરમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણની જાળવણીનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!