Tuesday, July 21, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના કોઠારીયાની સીમમાં તસ્કરોનો તરખાટ : ખેડૂતનો ૨૨૫ ફૂટ કેબલ અને ભેંસની...

    વાંકાનેરના કોઠારીયાની સીમમાં તસ્કરોનો તરખાટ : ખેડૂતનો ૨૨૫ ફૂટ કેબલ અને ભેંસની પાડી ચોરાઈ…

    વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામની સીમમાં અજાણ્યા ચોર ઇસમોનો ત્રાસ વધતાં સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સીમ વિસ્તારમાં એકપછી એક ચોરીના બનાવો સામે આવી રહ્યા છે, જેમાં પાણીની મોટરના કેબલથી લઈને પશુઓની ચોરી સુધીની ઘટનાઓથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે…

    બાબતે મળતી માહિતી મુજબ, વાંકાનેરના કોઠારીયા ગામે રહેતા ખેડૂત આહમદભાઇ વલીમામદભાઇ વકાલીયાની ‘ખારો’ નામથી ઓળખાતી સીમમાં આવેલી વાડીને રાત્રિના સમયે અજાણ્યા ચોરોએ નિશાન બનાવી પાણીની મોટર તથા ડેડકાનો આશરે ૨૨૫ ફૂટ જેટલો કેબલ કાપીને ચોરી ગયા હતા. આ અંગે પીડિત ખેડૂત દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ચોરી અંગેની ફરિયાદ અરજી આપવામાં આવી છે…

    બીજી તરફ, આ ઘટનાના માત્ર બે દિવસ પૂર્વે જ ગામની સીમમાં આવેલી વાડીએ બાંધેલ ખેડૂત ચકુભાઈ છનાભાઈ મકવાણાની ભેંસની પાડી પણ અજાણ્યા ચોર ઇસમો ચોરી કરીને લઈ ગયા હતા.
    સીમ વિસ્તારમાં અવારનવાર ચોરીના બનાવોથી ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે.આ મામલે તસ્કરોને વહેલી તકે ઝડપી પાડી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને સીમ વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી સ્થાનિક ખેડૂતો માંગ કરી રહ્યા છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!