Monday, June 1, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના જાલીડા ગામના પાટિયા પાસે રોંગ સાઈડથી આવતી ઈકો કારે બાઈકને હડફેટે...

    વાંકાનેરના જાલીડા ગામના પાટિયા પાસે રોંગ સાઈડથી આવતી ઈકો કારે બાઈકને હડફેટે લેતા દંપતી ઈજાગ્રસ્ત….

    વાંકાનેર તાલુકાના જાલીડા ગામના પાટિયા પાસે રોંગ સાઈડમાંથી પુરપાટ ઝડપે આવતી એક ઈકો કારના ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક સવાર દંપતીને ઈજાઓ પહોંચતા આ મામલે વાંકાનેર તાલુકા પોલીસમાં ઈકો કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે….

    બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી ફૈજુરઅલીભાઇ મામદભાઇ ગઢવાળા (ઉ.વ. ૪૨, રહે. ટોળ)એ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના મોટા ભાઈ નિઝામુદ્દીન અને તેમના ભાભી નસીમબેન તેમના હિરો કંપનીના મોટર સાયકલ નંબર GJ-36-Q-2981 લઇને ભલગામ ખાતે એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હોય દરમિયાન જાલીડા ગામના પાટિયા પાસે આવેલી,

    દ્વારકાધીશ હોટલ નજીક પહોંચ્યા સામેથી રોંગ સાઈડમાં આવતી એક ઈકો કાર નંબર GJ-03-EL-1075 ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ડબલ સવારી બાઈકને ઠોકરે ચડાવતાં બંને દંપતી રસ્તા પર પટકાયા હતા અને તેમને શરીરે ઈજાઓ પહોંચી હતી. જેથી આ બનાવ અંગે ઈજાગ્રસ્તના ભાઈ ફૈજુરઅલીભાઇ ગઢવાળાની ફરિયાદના આધારે પોલીસે ઈકો કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!