મંડળીના પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની બીનહરીફ વરણી કરાઇ…
વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામ ખાતે આવેલ શ્રી પાંચદ્વારકા જુથ સેવા સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિ માટે તાજેતરમાં જ ચુંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોય, જેમાં સહકારી આગેવાન ઇસ્માઇલભાઈ બાદીની પેનલનો જ્વલંત વિજય થયો હતો. જે બાદ આજરોજ નવી બોડીમાંથી પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.
જેમાં મંડળીના પ્રમુખ તરીકે સતત ચોથી વખત સહકારી અને રાજકીય આગેવાન ઇસ્માઇલભાઈ બાદીની વરણી કરવામાં આવી છે. આ સાથે જ મંડળીના ઉપપ્રમુખ તરીકે અલીમામદ હાજીભાઈ બાદી, લોન કમિટીમાં અબ્દુલભાઈ મામદ બાદી તથા ઇબ્રાહિમ રસુલભાઈ બાદી ની બિનહરીફ વરણી કરવામાં આવી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JyqRJEKktzd8X1dCYrSywS