મોરબી પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમ દ્વારા જામનગર ખાતેથી આરોપીને ઝડપી લીધો…
વાંકાનેર તાલુકા પોલીસમાં નોંધાયેલ લુંટના ગુન્હામાં તથા દેવભૂમિ દ્રારકા જિલ્લાના ભાણવડ પોલીસમાં નોંધાયેલ લુંટ / ધાડના ગુન્હામાં ઇનામી જાહેર થયેલ આરોપી છેલ્લા 26 વર્ષથી નાસતો ફરતો હોય, જેને મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ચોક્કસ ખાનગી બાતમીને આધારે જામનગર ખાતેથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય દરમ્યાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે પોલીસે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ લુંટના ગુનામાં નાસતો ફરતો આરોપી કલસીંગ ઉર્ફે કાળુ ઉર્ફે કાળીયો ફકરૂભાઈ વાખલા (ઉ.વ. ૬૫, રહે. માલ ફળીયા, માંડલી બડી તા.જી.જાંબુઆ, મધ્યપ્રદેશ)ને જામનગર જિલ્લાના કનસુમરા ગામની સીમ રેલ્વે ફાટક પાસે આવેલ ગોકુલધામ સોસાયટી સામે ઝુંપડામાંથી ઝડપી પાડી આરોપીને વાંકાનેર તાલુકા પોલીસ હવાલે સોંપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
આ સાથે જ ઝડપાયેલ આરોપી સામે દેવભુમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ મથકમાં પણ આઇ.પી.સી. કલમ ૩૯૫, ૩૯૭ મુજબ ગુનો નોંધાયો હોય, જેમાં પણ તે નાસતો ફરતો હોવાથી આગળની ઘટીત કાર્યવાહી અર્થે ભાણવડ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી…
બાબતે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના લુંટના ગુન્હામાં તથા દેવભૂમિ દ્રારકા જિલ્લાના ભાણવડ પોલીસ સ્ટેશનના લુંટ / ધાડના ગુન્હામાં રોકડ રૂ.૧૦,૦૦૦/-ના ઇનામી જાહેર થયેલ અને છેલ્લા ૨૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં મોરબી જિલ્લા પેરોલ ફર્લો સ્કવોડની ટીમને સફળતા મળેલ છે.
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc