વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે શહેરના મિલપ્લોટ ચોક નજીકથી પોલીસે જાહેરમાં વરલી મટકાના જુગાર રમી રમાડતા બે શખ્સોને રંગે હાથ ઝડપી પાડી, બંને આરોપીઓ સામે જુગારધારાની કલમ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના મિલપ્લોટ વિસ્તારમાંથી સીટી પોલીસે ચોક્કસ ખાનગી બાતમીને આધારે દરોડો પાડી આરોપી નરેશભાઈ પ્રેમજીભાઈ બાવળિયા (ઉ.વ. ૩૮) અને અબ્બાસભાઈ દાઉદભાઈ બાયદાણી (ઉ.વ. ૩૫)ને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમી રમાડતા રંગેહાથ રોકડ રકમ રૂ. 3000 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65