રેકોર્ડ બ્રેક પરિણામોની પરંપરા યથાવત રાખતાં મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓ : સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં 1 થી 5 ક્રમે એકમાત્ર મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓ…
ગઇકાલે સમગ્ર દેશમાં મેડિકલ ક્ષેત્રે એડમિશન માટે લેવાતી NEET ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં સમગ્ર વાંકાનેર વિસ્તારમાં અત્યાર સુધીમાં નોંધાયેલ હાઇએસ્ટ માર્ક સહિત તમામ રેકોર્ડ મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓએ તોડી ઐતિહાસિક પરિણામ મેળવ્યા છે. જેમાં શાળામાં અભ્યાસ કરતા 14-14 જેટલા વિદ્યાર્થીઓએ 600 કરતાં વધારે ગુણ મેળવી જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે. આ સાથે જ શાળામાં અભ્યાસ કરતા 29 જેટલા વિદ્યાર્થીઓએ 500 કરતા વધારે ગુણ મેળવી રેકોર્ડ સ્થાપિત કર્યો છે….
સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં તથા શાળામાં પ્રથમ ક્રમે આવેલ કડીવાર રેહબરરઝા એમ. એ વાલાસણ ગામના સામાન્ય ખેડુત પરીવારનો પુત્ર છે, જેણે પોતાની તથા શાળા પરિવારની અથાક મહેનતથી વાંકાનેરના ઇતિહાસમાં પ્રથમ વખત સૌથી વધુ 665 ગુણ મેળવી નવો રેકોર્ડ સ્થાપીત કર્યો છે…
આ સાથે જ વર્ષ 2024 માં NEET ના વર્ગમા બેઠેલા કુલ 54 વિદ્યાર્થીઓમાંથી 29-29 વિધાર્થીઓએ (53% કરતા વધુ
વિધાર્થીઓએ) 500 કરતાં વધુ ગુણ મેળવેલ છે. જેમાંથી મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારનાં સામાન્ય ખેડુત પરીવારના બાળકો છે, તથા સ્કૂલમાંથી NEET ની પરીક્ષામાં બેસનાર મોટાભાગના વિદ્યાર્થીઓએ NEET પરીક્ષા કવોલીફાઇ કરી MBBS/BDS/BAMS/BHMS પ્રવેશ પાત્ર થયેલ છે…
વાંકાનેર વિસ્તારમાં સૌથી વધુ MBBSમાં પ્રવેશ અપાવતી ધી મોડર્ન સ્કૂલ….
ધી મોડર્ન સ્કૂલમાં સાયન્સ વિભાગ વર્ષ 2008 થી શરૂ થયેલ હોય ત્યારથી અત્યાર સુધી મુખ્ય વિષયના જે શિક્ષકો કાર્યરત હતા તે જ હાલ કાર્યરત છે. જેથી અનુભવી શિક્ષકો તથા યોગ્ય આયોજનને કારણે અત્યાર સુધીમાં કોઇ એક જ સ્કૂલના 14-14 વિધાર્થીઓએ 600 કરતા વધુ ગુણ મેળવી વાંકાનેરમાં નવો ઇતિહાસ રચ્યો છે. આ સાથે જ વાંકાનેરના ઇતિહાસમા કોઇ એક જ સ્કૂલના 29-29 વિધાર્થીઓને 500 કરતા વધુ ગુણ મેળવેલ હોય તેવી પ્રથમ ઘટનાનો સંપુર્ણ શ્રેય વિધાર્થીઓ, વાલી તથા ધી મોડર્ન સ્કૂલના સ્ટાફના ફાળે જાય છે…
આ તકે મોડર્ન પરીવાર NEET માં ક્વોલીફાઇ થયેલ દરેક વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવે છે…
આગામી તા. 20/06/2024 થી મોડર્ન સ્કુલમાં RE-NEET બેંચ શરૂ થવા જઇ રહી છે, જેથી RE-NEET કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે નવી બેંચનુ રજીસ્ટ્રેશન આજથી શરૂ થયેલ છે. RE-NEET માં શાળા દ્વારા પોતાની મહેનત અને આયોજન મુજબ વિદ્યાર્થીઓને મીનીમમ 100 માકર્સ વધારવાની ગેરંટી આપવામાં આવે છે. જેમાં કોઇ વિદ્યાર્થીને 100 કરતા ઓછા માકર્સનો વધારો આવશે તો તમામ ફી પરત આપવામાં આવશે…
RE-NEET રજીસ્ટ્રેશન માટે આજે જ સંપર્ક કરો….