Thursday, October 8, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર ખાતે આગામી શનિવારે તાલુકા કક્ષાના કલા મહાકુંભનું આયોજન....

    વાંકાનેર ખાતે આગામી શનિવારે તાલુકા કક્ષાના કલા મહાકુંભનું આયોજન….

    યુવા અને સાંસ્કૃતિક વિભાગ-મોરબી દ્વારા આગામી તા. ૧૦/૧૦/૨૦૨૬ ને શનિવારના રોજ સવારે ૮:૦૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમિયાન વાંકાનેરની શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાના ‘કલા મહાકુંભ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે…

    આ કલા મહોત્સવમાં સમગ્ર વાંકાનેર તાલુકામાંથી ૪૬૬ જેટલા સ્પર્ધકો ૨૩૧ કૃતિઓ સાથે ઉત્સાહભેર ભાગ લેશે, જેમાં વિદ્યાર્થીઓના કૌશલ્યને ખીલવવા માટે રાસ ગરબા, લોકનૃત્ય, વકતૃત્વ, નિબંધ, લોકગીત, સમૂહ ગીત, ભજન, એકપાત્રીય અભિનય અને લગ્નગીત જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાશે. આ તાલુકા કક્ષાની સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમે વિજેતા થનાર સ્પર્ધકો આગામી જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં વાંકાનેરનું પ્રતિનિધિત્વ કરશે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!