Monday, November 23, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેરના જીનપરામાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના ચપલા સાથે એક શખ્સ ઝડપાયો....

    વાંકાનેર શહેરના જીનપરામાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના ચપલા સાથે એક શખ્સ ઝડપાયો….

    વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ખાનગી બાતમીના આધારે શહેરના જીનપરા વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ. ૩,૩૭૫ની કિંમતના દારૂ સાથે એક યુવકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે….

    બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર સીટી પોલીસનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય દરમિયાન જીનપરા શેરી નં. ૧૦માં રહેતા એક શખ્સના પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેપાર કરતો હોવાની ચોક્કસ બાતમી મળતા પોલીસે રફીકભાઈ જુમાભાઈ કુરેશી (ફકીર)ના રહેણાંક મકાનમાં દરોડો પાડી તલાશી લીધી હતી….

    તપાસ દરમિયાન મકાનના રૂમમાં રાખેલા પ્લાસ્ટિકના થેલામાંથી વિદેશી દારૂના 25 નંગ ચપલા (કિંમત રૂ. ૩,૩૭૫) મળી આવતા પોલીસે આરોપી રફીકભાઈ જુમાભાઈ કુરેશી/ફકીર (ઉં.વ. ૨૪)ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!