Thursday, October 8, 2026
More
    Homeમુખ્ય સમાચારસૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઇન્ટર કૉલેજ યોગાસન સ્પર્ધામાં વાંકાનેરની દોશી કૉલેજનો ડંકો....

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઇન્ટર કૉલેજ યોગાસન સ્પર્ધામાં વાંકાનેરની દોશી કૉલેજનો ડંકો….

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઇન્ટર કૉલેજ યોગાસન સ્પર્ધા તા. ૦૫/૧૦/૨૦૨૬ ના રોજ વાંકાનેરની દોશી આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજના યજમાનપદે ગાયત્રી મંદિર ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધામાં દોશી કૉલેજની બહેનોની ટીમ ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે રનર્સ-અપ બની છે…

    કૉલેજના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરતા ભાઈઓમાં તુષાર વસાણીયાએ અને બહેનોમાં રાબિયા ચૌધરીએ યોગાસનમાં, જ્યારે કિંજલ વોરાએ આર્ટિસ્ટિક યોગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી કૉલેજનું નામ રોશન કર્યું છે. આ ઉપરાંત રેણુકા થુલેટિયાએ દ્વિતિય ક્રમ મેળવ્યો છે. આ ભવ્ય સફળતાના આધારે કૉલેજના ૧ ભાઈ અને ૪ બહેનો (ટીમ કેપ્ટન સાક્ષી ચાવડા સહિત) એમ કુલ ૫ વિદ્યાર્થીઓની પસંદગી નેશનલ કક્ષાએ (હરિયાણા ખાતે) સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરવા માટે થઈ છે. આ ગૌરવવંતી સિદ્ધિ બદલ કૉલેજના ટ્રસ્ટીઓ, આચાર્ય ડૉ. વાય.એમ. ચુડાસમા અને રમતગમતના અધ્યાપક ડૉ. વાય.એ. ચાવડા સહિત સમગ્ર કૉલેજ પરિવારે વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!