Saturday, July 4, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરની ગુલશન પાર્ક સોસાયટીમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા બોગસ ડોક્ટર ઝડપાયો.....

    વાંકાનેરની ગુલશન પાર્ક સોસાયટીમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા બોગસ ડોક્ટર ઝડપાયો…..

    વાંકાનેર શહેરની ગુલશન પાર્ક સોસાયટીમાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થતા હોવાની ઘટના સામે આવી છે, જેમાં કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી વિના દર્દીઓની સારવાર કરી, મનુષ્યની જિંદગી જોખમમાં મૂકનાર એક બોગસ ડોક્ટરને વાંકાનેર સિટી પોલીસની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

    બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ રાજસ્થાનનો વતની અને હાલ વાંકાનેરની ગુલશન પાર્ક સોસાયટીમાં રહેતો જાકીરખાન બસીરખાન પઠાણ નામનો શખ્સ કોઈપણ પ્રકારની માન્ય ડિગ્રી વિના તબીબી પ્રેક્ટિસ કરી રહ્યો હતો. આ અંગેની સચોટ બાતમી વાંકાનેર સિટી પોલીસને મળતા, પોલીસ ટીમે ગુલશન પાર્ક સોસાયટીમાં દરોડો પાડ્યો હતો….

    રેડ દરમિયાન આરોપી જાકીરખાન પઠાણ દર્દીઓની સારવાર કરતો ઝડપાઈ ગયો હતો. પોલીસે સ્થળ પરથી દવાનો જથ્થો અને વિવિધ મેડિકલ સાધનો સહિત કુલ રૂ. ૩૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
    આ ગંભીર બેદરકારી અને ગુનાહિત કૃત્ય બદલ પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની કલમ ૧૨૫ અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ ૧૯૬૩ ની કલમ ૩૦ અને ૩૩ મુજબ ગુનો નોંધીને આગળની સઘન તપાસ શરૂ કરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?s=cl&p=a&mlu=4&amv=0

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!