વાંકાનેર શહેરના મિલપ્લોટ વિસ્તારમાં એક અત્યંત દુઃખદ અકસ્માત સામે આવ્યો છે, જેમાં અહીં રહેતા એક વૃદ્ધ પોતાના ઘરે બાથરૂમમાં ન્હાવા ગયા હતા, ત્યારે અકસ્માતે પડી જવાથી માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું કરૂણ મોત નીપજ્યું છે….

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર શહેરના મિલપ્લોટ વિસ્તારમાં રહેતા મકનભાઇ ઉકાભાઇ કણસાગરા (ઉ.વ. ૮૪) પોતાના ઘરે બાથરૂમમાં ન્હાવા માટે ગયા હોય દરમિયાન અચાનક જ તેઓ બાથરૂમમાં લપસી પડી જતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t



