Sunday, November 15, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરમાં યુવાનો અને વેપારીઓ માટે 'રિઝ્ક સે રિફઅત તક' બિઝનેસ સેમિનાર યોજાશે....

    વાંકાનેરમાં યુવાનો અને વેપારીઓ માટે ‘રિઝ્ક સે રિફઅત તક’ બિઝનેસ સેમિનાર યોજાશે….

    વાંકાનેર શહેરમાં આગામી તા. ૧૮ નવેમ્બર, ૨૦૨૬ અને બુધવારના રોજ વેપારીઓ, ઉદ્યોગસાહસિકો અને નવો વ્યવસાય શરૂ કરવા ઇચ્છતા યુવાનોને માર્ગદર્શન પૂરું પાડવા માટે એક ખાસ બિઝનેસ સેમિનાર – “રિઝ્ક સે રિફઅત તક” નું આયોજન કરવામાં આવ્યું છે.
    વાંકાનેરના કબીર પાર્ટી પ્લોટ ખાતે રાત્રે ૮:૩૦ કલાકે (ઈશાની નમાઝ બાદ) યોજાનાર આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે Rug-Rel Components & Systems Pvt. Ltd. ના ફાઉન્ડર અને CEO સૈયદ મુમતાઝ મન્સુરી સાહેબ વિશેષ ઉપસ્થિત રહેશે, જેઓ પોતાના બહોળા અનુભવ પરથી ઉપસ્થિત લોકોને બિઝનેસ સ્કીલ્સ અને સફળતાના પાઠ ભણાવશે….

    આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા પેઢીને વેપાર તરફ પ્રેરિત કરવાનો અને એ સમજાવવાનો છે કે માત્ર આર્થિક જ નહીં, પરંતુ આધ્યાત્મિક મૂલ્યો અને નૈતિકતાનું પાલન કરીને પણ વ્યવસાયમાં સફળતા, ગ્રાહકોનો વિશ્વાસ અને સમૃદ્ધિ કઈ રીતે હાંસલ કરી શકાય છે. આ માર્ગદર્શક સેમિનારમાં ભાગ લેવા માટે ₹૨૦૦/- નોંધણી ફી રાખવામાં આવી છે. કાર્યક્રમમાં જોડાવા માટે રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે, જે https://kiswalibrary.com/events/business-meetup લિંક મારફતે ઓનલાઇન કરી શકાશે. આયોજકો દ્વારા આસપાસના તમામ વેપારીઓ, ઉદ્યોગસાહસિકો અને યુવાનોને આ સેમિનારનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. જે લોકોને ઓનલાઈન રજીસ્ટ્રેશન માં પ્રોબ્લેમ આવતો હોય તે લોકો માટે સ્થળ પર પણ રજીસ્ટ્રેશનની સુવિધા રાખેલ છે.

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!