Tuesday, November 17, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેર ખાતે સંત શિરોમણી જલારામ બાપાની 227 મી જન્મ જયંતિની ધામધૂમપૂર્વક...

    વાંકાનેર શહેર ખાતે સંત શિરોમણી જલારામ બાપાની 227 મી જન્મ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઇ…

    વાંકાનેર શહેરના માર્કેટ ચોક ખાતે બુંદી-ગાંઠીયાના પ્રસાદનું વિતરણ કરાયું….

    વાંકાનેર શહેર ખાતે સોમવારે સંત શિરોમણી પુજ્ય જલારામ બાપાની 227 મી જન્મ જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શહેરના માર્કેટ ચોક ખાતે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને ટીમ દ્વારા ચોખ્ખા ઘીની બુંદી અને ગાંઠીયાનું પ્રસાદી રૂપે વિતરણ કરવામાં આવ્યું હતુ. આ સાથે જ વાંકાનેર રઘુવંશી સમાજ દ્વારા સંત શિરોમણી જલારામ બાપાની જન્મ જયંતી નિમિત્તે પ્રસાદ વિતરણ, સમુહ મહાપ્રસાદ, પુજન-અર્ચન સહિત અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા….

     

    પ્રસાદ વિતરણ કાર્યક્રમમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, લોહાણા મહાજન અગ્રણી કાકુભાઇ મોદી, રમેશભાઇ અખાણી, લલિતભાઈ પૂજારા, રાજુભાઈ રાજવીર, જેકભાઈ રાજવીર, લિતેશભાઈ ચંદારાણા, અમિતભાઈ સેજપાલ, વિપુલભાઈ કોટક, નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ વોરા સહિતના ઉપસ્થિત રહ્યા હતા…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/Bq4VwasfRH78d4j5Ci0O5L

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!