
વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ પદે કોળી સમાજના આગેવાનો ગોરધનભાઈ સરવૈયાના પત્ની ભાવનાબેનની વરણી થતાં ગોરધનભાઈના મિત્ર અને તાલુકા પંચાયતના સદસ્ય ગેલાભાઇ વસ્તાભાઇ બાવળીયાએ પોતાના મિત્રને પ્રમુખ પદ મળે તે માટે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ‘દેરાળાના ઠાકર’ની માનતા રાખી હોય, જે પુરી કરતાં ભાવનાબેનની તાલુકા પંચાયતના પ્રમુખ પદે નિયુક્તિ થતાં ગેલાભાઇએ ગોરધનભાઈના વજન બરાબર એટલે કે 85 કિલો પેંડા ઠાકરને અર્પણ કરીને માનતા પૂરી કરી હતી…


આ તકે વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા, તાલુકા પંચાયત પુર્વ પ્રમુખ યુનુસભાઇ શેરસીયા, જિલ્લા પંચાયત સદસ્ય પાંચાભાઇ ધરજીયા, કિર્તીરાજસિહ વાળા, ઇસ્માઇલભાઇ શેરસીયા તથા તાલુકા પંચાયત સદસ્ય ગીરીરાજસિહ ઝાલા, ગેલાભાઇ બાવળીયા, મનસુખભાઈ થુલેટીયા તેમજ ઝાકિરભાઇ ગ્લોસી, આબીદ ગઢવારા, રાજસ્થળી, ગાંગીયાવદર, કાછીયાગાળા, દલડી, દિઘલીયા, કાશીપર, ચાંચડીયા અને શેખરડી ગામના સરપંચો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા…


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t



