હાલ સમગ્ર દેશની નજર MSP ની માંગ સાથે દિલ્હી તરફ કુચ કરતા ખેડૂતો પર હોય, ત્યારે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા આજરોજ ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં રજૂઆત કરી ગુજરાતમાં ખેડૂતોના માલની ખરીદી MSP થી કરવા માંગ કરવામાં આવી છે…
બાબતે વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગુલામભાઈ પરાસરાએ પોતાની રજૂઆતમાં જણાવ્યું છે, કે હાલમાં ખેડૂતો સરકારશ્રી સામે MSPથી પોતાની જણસી ખરીદી કરવા માટે આંદોલન ચલાવી રહી છે, ત્યારે ખેડૂતોના માલની લઘુતમ ટેકાના ભાવથી ખરીદી કરવાથી ખેડૂતોને પોતાના માલનું યોગ્ય વળતર મળી રહેશે તથા તેમને તેમના પાકની ન્યુનતમ કિંમત મળી રહેશે.
અન્યથા જો MSPથી નીચા ભાવે ખેડૂતોનો માલ વેચાય તો સરકારશ્રીનો નાના ખેડૂતોને પ્રોત્સાહન આપવાના અભિગમ સર થતો નથી. જો MSPથી તમામ જણસીની ખરીદી કરવામાં આવે તો નાનામાં નાના ખેડૂતોને પોતાના માલની ઉંચી કિંમત મળે તે માટે MSP થી તમામ જણસીની ખરીદી શરૂ કરવા માંગ કરવામાં આવી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp