વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક આવેલ એસકોધ સિરામિક ફેકટરી પાસે ઉભેલા એક યુવાન અને તેના મિત્ર પર જુના ઝઘડાનો ખાર રાખી બે શખ્સોએ હુમલો કરી બેફામ માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવમાં યુવાનની ફરિયાદ પરથી પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી બળદેવભાઈ કેસરભાઈ ઘેણોજાએ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી વિપુલ રાઘવભાઈ ભરવાડ (રહે.માટેલ) અને સંજય મેહુરભાઈ ભરવાડ (રહે. વિરપર) સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી તથા તેનો મિત્ર વિક્રમ માટેલ ગામની સીમમાં આવેલ એસકોન સિરામિક પાસે ઉભા હોય ત્યારે, ઉપરોક્ત બંને આરોપી ત્યાં આવી જુના ઝઘડાનો ખાર રાખી ફરિયાદી પર હુમલો કરી, લાકડી અને પાઇપ વડે માર મારી ઇજાઓ પહોંચાડી હતી , જેથી આ બનાવમાં પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp