Monday, June 15, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર-જડેશ્વર રોડ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત : કારની અડફેટે બાઇક ચડતાં ત્રણ...

    વાંકાનેર-જડેશ્વર રોડ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત : કારની અડફેટે બાઇક ચડતાં ત્રણ વર્ષીય માસૂમ બાળક તથા યુવાનનું કરૂણ મોત….

    જડેશ્વર મંદિરે દર્શન કરવા જતી વેળાએ પરીવારને નડ્યો અકસ્માત : કાકા-ભત્રીજાના કરૂણ મોતથી અરેરાટી…

    વાંકાનેર-જડેશ્વર રોડ પર રાતીદેવરી ગામ પાસે ગઇકાલ રવિવાર સાંજે એક ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં જડેશ્વર મહાદેવના દર્શને જઈ રહેલા એક પરિવારના બાઇકને પૂરપાટ ઝડપે આવતી કારે હડફેટે લેતા ૩ વર્ષના માસૂમ બાળક અને તેના ૨૨ વર્ષીય કાકાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. એક જ પરિવારના બે સભ્યોના મોતથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે….

    બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ વાંકાનેર શહેરના સીટી સ્ટેશન રોડ પર રહી લુહારી કામ કરતાં સુનીલભાઈ લખનલાલ વિશ્વકર્મા (ઉ.વ. ૨૪) ગઇકાલે સાંજે તેમના સમગ્ર પરિવાર સાથે ત્રણ અલગ-અલગ બાઇક પર જડેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હોય ત્યારે વાંકાનેર-જડેશ્વર રોડ પર રાતીદેવરી ગામથી આગળ રામદેવપીરના મંદીર પાસેથી પહોંચતા કરુણ ઘટના ઘટી હતી….

    જેમાં ફરિયાદીના નાના ભાઈ દુર્ગેશભાઈ લખનલાલ વિશ્વકર્માના બાઇકને પૂરઝડપે આવતી એક ફોરવ્હીલ કાર નંબર GJ 21 AH 3421 ના ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક પર સવાર ફરિયાદીના ત્રણ વર્ષીય પુત્ર આયરવ ઉર્ફે બસન્ન સુનીલભાઈ વિશ્વકર્માને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે ફરિયાદીના ભાઇ દુર્ગેશ લખનલાલ વિશ્વકર્મા (ઉ.વ. ૨૨) થતા સાહેદ આકાશભાઈ વિશ્વકર્માને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર અને ત્યારબાદ વધુ સારવાર માટે મોરબી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર મળે તે પુર્વે જ દુર્ગેશનું પણ મોત નીપજ્યું હતું…

    એક જ પરિવારમાં કાકા-ભત્રીજાના એકસાથે કરૂણ મોત થતાં સમગ્ર પરિવાર પર દુઃખના આભ તુટી પડ્યા છે. આ હૃદયદ્રાવક બનાવ અંગે મૃતક બાળકના પિતા સુનીલભાઈ વિશ્વકર્માએ અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુદ્ધ વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે…..

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?s=cl&p=a&mlu=4&amv=0

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!