વાંકાનેર તાલુકાની કાનપર પ્રાથમિક શાળામાં છેલ્લા સાત વર્ષથી ફરજ બજાવતા અને બાળકોના અત્યંત પ્રિય શિક્ષિકા કડછ શાંતિબેન પરબતભાઈની તેમના વતનના જિલ્લા પોરબંદરમાં બદલી થતાં, એક ભવ્ય અને ભાવનાત્મક વિદાય સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાનપર ગ્રામ પંચાયત અને શાળા વ્યવસ્થાપન સમિતિ વારા સંયુક્ત રીતે આ સમારોહ યોજવામાં આવ્યો હતો.
આ વિદાય સન્માન સમારોહ વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી માયાબેન એસ. જાનીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં શાળાના બાળકો દ્વારા એક સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. છેલ્લા સાત વર્ષથી શાળામાં શિક્ષણની જ્યોત પ્રગટાવનાર શાંતિબેનને વિદાય આપતા સમયે આખા ગામનું વાતાવરણ ભાવુક બની ગયું હતું. નાનકડા એવા કાનપર ગામના લગભગ તમામ લોકોએ હાજરી આપીને પોતાના આદર્શ શિક્ષકને ભારે હૈયે વિદાય આપી હતી…

આ પ્રસંગે બાળકો, ગ્રામજનો અને એસએમસી સમિતિઓ દ્વારા વિદાય લેતા બહેનને સ્મૃતિચિહ્ન અને વિવિધ ભેટો અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. પોતાના વિદાય પ્રસંગે શાળા પ્રત્યેનો લગાવ અને ઋણ ચૂકવવાના ભાવ સાથે શિક્ષિકા શાંતિબેન કડછ દ્વારા શાળાને વસ્તુઓ અને રોકડ સ્વરૂપે કુલ ₹35,000 નું દાન અર્પણ કરવામાં આવ્યું હતું. જે તેમના શિક્ષણ અને શાળા પ્રત્યેના સમર્પણની સાક્ષી પૂરે છે…

કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નાયબ મામલતદાર માથાકિયા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અને લોકશાળા ચંદ્રપુરના પૂર્વ આચાર્ય અબ્દુલભાઈ શેરસિયા, વાંકાનેર BRC કો-ઓર્ડીનેટર ઈરફાનભાઇ શેરસીયા, મહિકા તાલુકા શાળાના આચાર્ય ઉસ્માનભાઈ માથકિયા, નીજામભાઈ શેરસિયા (મોર્ડન ટ્રેડર્સ) અને જુબેરભાઈ શેરસીયા (પેરેડાઇઝ) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં આજુબાજુની શાળાના આચાર્યો, શિક્ષકો, શાળાના પૂર્વ શિક્ષકો અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો પણ જોડાયા હતા.
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t



