
હાલના સમયમાં નાની ઉંમરે હાર્ટ એટેક આવવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે, ત્યારે વાંકાનેરના જીનપરા જકાતનાકે આવેલ પેટ્રોલપંપની ઓફિસમાં કામ કરતા ૪૪ વર્ષીય યુવાનનું અચાનક હાર્ટ એટેક આવવાથી કરુણ મૃત્યુ નીપજ્યું છે….
બાબતે પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકે આવેલ ભારત પેટ્રોલપંપ ખાતે અશોકભાઈ અમુભાઈ સીતાપરા (ઉંમર વર્ષ ૪૪) ગઈકાલે પંપની ઓફિસમાં પોતાનું રોજિંદુ કામકાજ કરતા હોય દરમિયાન અચાનક જ તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને હાર્ટ એટેક આવતાં તેમનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t





