વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં આગામી રમઝાન ઇદના તહેવાર અનુસંધાને ત્રણ દિવસની રજા જાહેર કરવામાં આવી છે, જેથી આગામી બુધવારથી શુક્રવાર સુધી ત્રણ દિવસ યાર્ડની તમામ કામગીરી બંધ રહેશે તેમજ શનિવારથી યાર્ડ પુનઃ રાબેતા મુજબ શરૂ થશે…
બાબતે માહિતી આપતા વાંકાનેર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું હતું કે, આગામી રમઝાન ઈદના તહેવાર નિમિતે યાર્ડમાં રજા જાહેર કરવામાં આવી છે, જેમાં તા. ૧૦ એપ્રિલ, બુધવારથી તા. ૧૨ એપ્રિલ શુક્રવાર સુધી યાર્ડની તમામ કામગીરી બંધ રહેશે, જેથી તમામ ખેડૂત ભાઈઓ, દલાલ ભાઈઓ અને યાર્ડ સાથે સંકળાયેલા તમામ લોકોએ આ બાબતની નોંધ લેવા જણાવવામાં આવ્યું છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp