વાંકાનેર શહેર નજીક વઘાસીયા ટોલનાકાથી આગળ ગાયત્રી ચેમ્બરથી સામેથી પસાર થતા એક ડબલ સવારી એક્ટીવા બાઇક ચાલકને ત્યાંથી પસાર થતા ટ્રેક્ટર ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતું, જ્યારે અન્ય એક યુવાનને પણ ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ મોરબી અને ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી સોહિલ ગનીભાઇ બાદીએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત તા. ૨૦ ની રાત્રીના ફરિયાદી તથા તેની સાથે કામ કરતાં ગુરૂપ્રસાદ રથભાઇ બીંદાણી એક્ટીવા બાઇક લઇને વઘાસીયા ટોલનાકાથી આગળ ગાયત્રી ચેમ્બર સામેથી પસાર થતા હોય ત્યારે મોરબી તરફથી આવતા ટ્રેક્ટર નં. GJ 13 AM 7336ના ચાલકે તેમના બાઇકને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક ગુરૂપ્રસાદ રથભાઇ બીંદાણીને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતું,
જ્યારે બાઇક પાછળ બેઠેલ ફરિયાદી સોહીલભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ વાંકાનેર બાદ મોરબી અને વધુ સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેથી આ બનાવમાં પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ આઇપીસી કલમ 279, 304A, 337, 338 તથા એમવી એક્ટ 184, 177, 134 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp