વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વઘાસીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ત્રણ દિવસની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામા આવ્યું હોય, જેમાં આજે સેમિફાઇનલમાં LT 11 સામે GCC અને DM11 સામે P&T 11 ટીમો વચ્ચે ક્રિકેટ જંગ જામ્યો હતો, જેમાં ફાઇનલમાં DM11 અને GCC વચ્ચે મેચ રમાતા DM11 ટીમનો વિજય થયો હતો…
આ તકે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઇ હૂંબલ, વાંકાનેર TPEO મંગુભાઇ પટેલ, ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી વિરમભાઈ દેસાઈ, મોરબી જિલ્લા સંઘના આગેવાન મહેન્દ્રસિંહ ઝાલા, ચંદ્રસિંહ, મહંમદહનીફ સિપાઈ, ભાવેશભાઈ વાધેલા, દેવરાજભાઈ આલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા….
આ સમગ્ર આયોજનને સફળ બનાવવામાં વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ યુવરાજસિંહ વાળા, મહામંત્રી નજુભાઈ માથકિયા, બી.આર.સી. મયુરસિંહ પરમાર સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD