વાંકાનેર શહેર નજીક રાણેકપર ફાટકથી ઢુવા તરફ જતા રેલ્વે ટ્રેક પર ગઇકાલે ડેમુ ટ્રેન હેઠળ આવી જતાં 25 થી 30 વર્ષિય ઉંમરના અજાણ્યા યુવાનનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી હાલ આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી તપાસનો ધમધમાટ ચલાવી ઉપરોક્ત ફોટા વાળા અજાણ્યા મૃતક યુવાનના વાલી વારસની શોધ શરૂ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં કોઇને મૃતક યુવાનની ઓળખ મળે તો વાંકાનેર સીટી પોલીસનો મો. ૬૩૫૯૬ ૨૬૦૭૧ પર સંપર્ક કરવા જણાવાયું છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47