Wednesday, April 29, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર તાલુકા પંચાયતની પંચાસીયા બેઠક પર પરિવર્તનનો પવન ફૂંકાવા સાથે યુવા નેતા...

    વાંકાનેર તાલુકા પંચાયતની પંચાસીયા બેઠક પર પરિવર્તનનો પવન ફૂંકાવા સાથે યુવા નેતા ઈરફાન ચૌધરીનો વિજય થતાં જનતા જનાર્દનનો જાહેર આભાર….

    તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ વાંકાનેર તાલુકા પંચાયતની અત્યંત મહત્વની ગણાતી પંચાસીયા બેઠક પર ઐતિહાસિક પરિણામ જોવા મળ્યું છે. ભાજપના ગઢ સમાન ગણાતા આ વિસ્તારમાં ગાબડું પાડીને કોંગ્રેસના યુવા અને લોકપ્રિય ઉમેદવાર ઈરફાન ચૌધરીએ શાનદાર જીત નોંધાવી છે. જંગી બહુમતીથી વિજયી બન્યા બાદ ઈરફાનભાઈએ પંચાસીયા વિસ્તારના તમામ મતદારો, કાર્યકરો અને ટેકેદારોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે….

    ચૂંટણી પ્રચાર દરમિયાન ઈરફાન ચૌધરીને જે બહોળું જનસમર્થન મળી રહ્યું હતું, તે આખરે મતોમાં પરિવર્તિત થતાં કોંગ્રેસ છાવણીમાં ભારે ઉત્સાહનો માહોલ છે. પરિણામ જાહેર થતાં જ સમર્થકોએ ઢોલ-નગારા સાથે ભવ્ય વિજયોત્સવ મનાવ્યો હતો…

    પોતાના ભવ્ય વિજય બાદ વિસ્તારની જનતાને સંબોધતા અને આભાર વ્યક્ત કરતા ઈરફાન ચૌધરીએ જણાવ્યું હતું કે, “આ માત્ર મારી કે કોંગ્રેસ પક્ષની જીત નથી, પરંતુ પંચાસીયા બેઠકના દરેક જાગૃત અને પરિવર્તન ઝંખતા મતદારની જીત છે. મારા પર અને મારા પરિવાર પર પંચાસીયાની જનતાએ જે અતૂટ વિશ્વાસ મૂકીને ખોબલે-ખોબલે મતોરૂપી આશીર્વાદ આપ્યા છે, તેનાથી મારી જવાબદારી બેવડાઈ ગઈ છે. મારા પિતાશ્રી અને પરિવારે જે રીતે વર્ષોથી નિઃસ્વાર્થ ભાવે આ વિસ્તારની સેવા કરી છે, તે જ સેવાકીય વારસાને હું આગળ વધારીશ.”

    નવનિયુક્ત સદસ્ય તરીકે ઈરફાન ચૌધરીએ તાલુકા પંચાયતમાં પંચાસીયા વિસ્તારનો મજબૂત અવાજ બનવાની ખાતરી આપી છે. રસ્તા, સિંચાઈ, પીવાનું પાણી અને ખેડૂતોને લગતા સ્થાનિક પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા માટે તેઓ સક્રિય રીતે કામગીરી કરશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો…

    ~ ઇરફાનભાઇ ચૌધરી

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!