Wednesday, April 29, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરની મહિકા તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસના ફાતુબેન શેરસીયાનો રેકોર્ડ બ્રેક મતોથી...

    વાંકાનેરની મહિકા તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસના ફાતુબેન શેરસીયાનો રેકોર્ડ બ્રેક મતોથી ઐતિહાસિક વિજય થતાં મતદારોનો જાહેર આભાર…

    વાંકાનેર તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થતાં મહિકા બેઠક પર અપેક્ષા મુજબ જ કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર ફાતુબેન યુનુસભાઈ શેરસીયાએ ઐતિહાસિક અને રેકોર્ડ બ્રેક મતોથી ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે. ચૂંટણી પરિણામો આવતાની સાથે જ કોંગ્રેસ છાવણી અને શેરસીયા પરિવારના સમર્થકોમાં ભારે જશ્નનો માહોલ છવાઈ ગયો હતો. પોતાની આ શાનદાર અને એકતરફી જીત બાદ ફાતુબેન અને તેમના પતિ યુનુસભાઈ શેરસીયાએ મહિકા સીટના તમામ મતદારોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો…

    આ ઐતિહાસિક જીત ફાતુબેન દ્વારા અગાઉ સતત બે ટર્મ સુધી વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કરવામાં આવેલા પારદર્શક વહીવટ, નક્કર વિકાસ કાર્યો અને તેમના પતિ તથા વાંકાનેર કોંગ્રેસના ‘ચાણક્ય’ ગણાતા પીઢ નેતા યુનુસભાઈ શેરસીયાની કુશળ રણનીતિનું સીધું પરિણામ છે. ગત ટર્મમાં ૧૦૦૦થી વધુ મતોની લીડ મેળવનાર ફાતુબેને આ વખતે વિરોધીઓને પછાડીને પોતાના અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. કોંગ્રેસ પક્ષ અને પીરઝાદા પરિવારે તેમના પર જે અતૂટ વિશ્વાસ મૂક્યો હતો, તેને જનતાએ ખોબલે ને ખોબલે મત આપીને સાર્થક કરી બતાવ્યો છે…

    આ તકે જોધપર ગામના વતની અને કોંગ્રેસના અગ્રણી યુનુસભાઈ શેરસીયાએ તમામ કાર્યકર્તાઓ, શુભેચ્છકો અને નાગરિકોનો આભાર માન્યો હતો. તેમણે જનતાને ખાતરી આપી હતી કે, આવનારા સમયમાં મહિકા વિસ્તારના વિકાસ માટે તેઓ અને ફાતુબેન રાત-દિવસ એક કરીને લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરશે. આ પરિણામે સાબિત કર્યું છે કે મહિકા વિસ્તાર કોંગ્રેસનો અભેદ્ય ગઢ છે અને લોકો આજે પણ સાચી નિષ્ઠાથી કામ કરનાર નેતાની પડખે જ ઊભા રહે છે….

    ~ યુનુસભાઈ શેરસીયા

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!