વાંકાનેરની સંસ્કૃતિ વિદ્યાલય ખાતે આજરોજ નશાકારક પદાર્થો અને રોડ સેફટી અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં “જીદગી એ કુદરતી અમુલ્ય ભેટ છે” સુત્ર સાથે જીલ્લા શિક્ષણાધિકારી કચેરી મોરબીથી AEI બાદી સાહેબ દ્વારા નશાકારક પદાર્થોથી દુર રહેવા અને રોડ સેફટી અંગેની વિદ્યાર્થીઓમાં જાગૃતિ માટે જ્ઞાન અને સમજણ આપી હતી.
આ સાથે જ આર.ટી.ઓ ઇન્સ્પેક્ટર સૈયદ સાહેબ (આર.ટી.ઓ કચેરી – મોરબી)એ વિદ્યાર્થીને રોડ સેફ્ટી અંગે લાયસન્સ, સીટ બેલ્ટ સહિત આર.ટી.ઓના નિયમો બાબતે સમજ આપી હતી. જે બાદ મોરબી જીલ્લા ટ્રાફિક પીએસઆઇ અબડા સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો અંગેની માહિતી આપેલ હતી.
નશાકારક બાબતો અંગે મોરબી જીલ્લા SOG પીએસઆઇ કેસરીયા સાહેબ અને અંકુર સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. આ તકે સંસ્કૃતિ વિદ્યાલયના સંચાલક મુસ્તાક સાહેબ, નિઝામ સાહેબ, સ્ટાફ ગણ તથા ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47