વાંકાનેરના સુપ્રસિદ્ધ જડેશ્વર મહાદેવ મંદિરને જોડતો ૧૪ કીમીનો મુખ્ય માર્ગ લાંબા સમયથી ખખડધજ હાલતમાં ફેરવાયો હોય, જેના નવિનીકરણની માંગ સ્થાનિક નાગરિકો અને વાહનચાલકો કરી રહ્યા હોય, જે વાંકાનેર-જડેશ્ચરને જોડતા મુખ્ય માર્ગનું રૂ. 8.30 કરોડના ખર્ચે રિસર્ફેસ કામનું ગઇકાલે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું….
વાંકાનેર-જડેશ્વરને જોડતા આ રસ્તા પરથી દરરોજ મોરબી, વાંકાનેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના હજારો વાહનચાલકો પસાર થતા હોય, તેમજ સુપ્રસિદ્ધ જડેશ્વર મહાદેવ મંદિર પણ અહીં જ આવેલ હોય જ્યાં પણ હજારો દર્શનાર્થીઓ આવતા હોય ત્યારે ખખડધજ બનેલા રોડના રિસર્ફેસ કામગીરીથી વાહનચાલકોને મોટી રાહત થશે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47