વાંકાનેર તાલુકા પંચાયતની ગારીયા સીટ પર ગઇકાલે રેકોર્ડ બ્રેક મતોથી કોંગ્રેસના ઉમેદવાર દુધીબેન મનસુખભાઈ થુલેટીયાનો ભવ્ય શિજય થયો છે, મનસુખભાઈ થુલેટીયા અને સમગ્ર થુલેટીયા પરિવારે તમામના ઋણ સ્વીકાર કરી આભાર માન્યો છે….
આ તકે મનસુખભાઈએ જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક જીત મારી કે કોઈ એક વ્યક્તિની નથી, પરંતુ આ જીત ગારીયા વિસ્તારના સર્વે સમાજની છે, કોંગ્રેસ પક્ષના એક-એક અદના કાર્યકરની છે અને સત્ય તેમજ વિકાસની છે. ચૂંટણીના સમયમાં દિવસ-રાત જોયા વગર જે આગેવાનો, મિત્રો, સ્નેહીઓ અને કાર્યકરોએ ખભેખભો મિલાવીને મહેનત કરી છે, તે સૌનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. કોંગ્રેસ પક્ષના મોવડી મંડળે મારા પર જે ભરોસો મૂક્યો, તે વિશ્વાસને તમે સૌએ સાર્થક કરી બતાવ્યો છે.

અમારા પરિવારે હંમેશા વાદ-વિવાદથી દૂર રહીને સર્વ સમાજની સેવા કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આજે આ રેકોર્ડબ્રેક જીત પછી હું આપ સૌને ખાતરી આપું છું કે આપણો આ સેવાકીય અને પારદર્શક મિજાજ અકબંધ રહેશે. ગારીયા સીટના દરેક ગામના વિકાસના કામો માટે અને તમારા સુખ-દુઃખમાં અમે હંમેશા તમારા પડખે ઊભા રહીશું. તમે અમારા પર જે પ્રેમ અને આશીર્વાદ વરસાવ્યા છે, તેને અમે ક્યારેય એળે નહીં જવા દઈએ.

આપ સૌનો સાથ અને સહકાર ભવિષ્યમાં પણ આવો જ મળતો રહે તેવી પ્રાર્થના સાથે….
~ શ્રીમતી દુધિબેન મનસુખભાઈ થુલેટીયા
(વિજેતા ઉમેદવાર, ગારીયા)
મનસુખભાઈ વાલજીભાઈ થુલેટીયા (સ્થાનિક આગેવાન)
તથા સમગ્ર થુલેટીયા પરિવાર – ગારીયા




