મુળુભાઈના હસ્તે એક વાઈલ્ડ લાઈફ રેસ્ક્યું વાન અને ૧૮ ફોરેસ્ટ બાઈકનું લોકાર્પણ કરાયું….
વાંકાનેર તાલુકામાં સિંહોના સંવર્ધન માટે કાર્યરત રામપરા અભયારણ્યની આજરોજ ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ એક વાઈલ્ડ લાઈફ રેસ્કયું અને ૧૮ ફોરેસ્ટ બાઈકને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જે વાહનો થકી વન વિભાગના કર્મચારીઓની કામગીરીમાં સરળતા સાથે તેમની કાર્યક્ષમતામાં વધારો થશે….
આ તકે તેમણે જણાવ્યું હતું કે આંબરડી, બરડા અને ગીર સહિતના સ્થળોની જેમ અહીં પણ સફારી પાર્કની શક્યતાઓ દેખાઈ રહી છે, જેથી રામપરા અભ્યારણનો એ મુજબ તબક્કાવાર વિકાસ કરવામાં આવે તે માટે પણ સરકાર વિચારણા કરશે. મિષ્ટી પ્રોજેક્ટ હેઠળ ચેરનું વધુ અને વધુ વાવેતર થાય તે માટે ડબલ ટાર્ગેટ સાથે કામગીરી કરવામાં આવે એ પ્રકારનું આયોજન સરકાર અમલમાં મુકવા જઈ રહી છે…
મંત્રીશ્રીએ રામપર અભયારણ્ય ખાતે સિંહોના બ્રીડીંગ સેન્ટર અને સંવર્ધન કેન્દ્ર તથા અન્ય વન્ય જીવોના સંવર્ધન સ્થળોની મુલાકાત કરી તેનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા, મોરબી નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, વાંકાનેર પ્રાંત અધિકારી વિપુલ સાકરીયા, મામલતદાર કે. વી. સાનિયા, વન વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1