નગરપાલિકાએ ભર ઉનાળે અચાનક જ પાણી કનેક્શન કાંપી નાખ્યા, કોઈપણ જવાબદાર તંત્ર મહિલાઓની પુકાર ન સાંભળતા મહિલાઓ બેડા સાથે કચેરીએ દોડી આવી….
વાંકાનેર શહેર નજીક રાજાવડલા રોડ પર આવેલ ગુલાબનગર વિસ્તારમાં નગરપાલિકા દ્વારા અચાનક જ ભર ઉનાળે પાણી કનેક્શન કાપી નાખતા નાગરિકો છેલ્લા પંદર દિવસથી વિહોણા હેરાનપરેશાન થઈ રહ્યા છે. જેના સામે જવાબદાર તંત્રને અનેક લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં પણ પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં ન આવતા આખરે આજે સ્થાનિક મહિલાઓ પાણીની બેડા સાથે પ્રાંત કચેરીમાં ધસી આવી ‘ પાણી આપો…પાણી આપો…પાણી આપો…’ ની પુકાર લગાવી હતી….
બાબતે ગુલાબનગરની મહિલાઓ નાના નાના બાળકો અને ખાલી બેડાઓ સાથે પ્રાંત કચેરીમાં પહોંચી અને બેજાન તંત્ર સામે પણીની માંગ કરી હતી. આ તકે મહિલાઓએ નિંભર તંત્ર સામે તાત્કાલિક પાણીની માંગ કરી હતી અને સાથે જો તંત્ર દ્વારા હજુ પણ કોઇ વ્યવસ્થા કરવામાં નહીં આવે તો મહિલાઓ કચેરી ખાતે ભુખ હડતાલ પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી હતી…
આ તકે વાંકાનેર પ્રાંત અધિકારી દ્વારા રજુઆત કરવા પહોંચેલ મહિલાઓ, વાંકાનેરના પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા, શકીલ પીરઝાદા, જાકીરભાઈ બ્લોચ, મહંમદભાઈ રાઠોડ, અસરફભાઈ ચૌહાણ સહિતના અગ્રણીઓને સાંજ સુધીમાં આ વિસ્તારમાં પાણી મળી જવાની મૌખિક ખાત્રી આપતા મહિલાઓનો રોષ શાંત પડ્યો હતો…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1