વાંકાનેર શહેરના મેઇન બજારમાં જુની પોલીસ ચોકી નજીક ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહદારીઓને ઠંડક મળે તેવા હેતુથી જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ ચેરિટેબલ ટ્રસ્ટ તથા જૈન જાગૃતિ લેડીસ વિંગ-વાંકાનેર દ્વારા એક મહિના માટે નિઃશુલ્ક છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હોય, જેનું ગઇકાલે ઉદ્ઘાટન બાદ છાસ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે…..
આ તકે જેજેસી સેન્ટ્રલ બોર્ડના પ્રમુખ સંજયભાઈ શાહની શુભકામના સાથે વાંકાનેર જૈન મહાસંઘના પ્રમુખ અનંતરાય મહેતા, સંઘના પ્રમુખ અરવિંદભાઈ પટેલ, સ્થાનકવાસી સંઘના પ્રમુખ શૈલેષભાઇ દોશી, જૈન જાગૃતિ સેન્ટરના પ્રમુખ પૂનમચંદભાઈ પટેલ, વિરાજભાઈ મહેતા, ઓમભાઈ, ભોલાભાઈ, તુષારભાઈ, કિરીટભાઈ, દિપમંડળના પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ, ભાવનાબેન ગોસ્વામી, મેઘાબેન મહેતા, મીનાબેન મહેતા,
અલ્પાબેન દોશી, રોશનીબેન શેઠ, સ્વીટુબેન, અમિતાબેન સંઘવી, વીણાબેન મહેતા, જીતુભાઇ તથા અન્ય કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વાંકાનેરના પત્રકાર મહંમદભાઈ રાઠોડ, જૈન જાગૃતિ લેડીસ વિંગના સેક્રેટરી શ્રીમતિ નલિનીબેન પટેલ અને જૈન જાગૃતિ લેડીસ વિંગના પ્રમુખ ડૉ. ગીતાબેન ચેતનભાઈ બેલાણીએ જહેમત ઉઠાવી હતી….