વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ધવલભાઈ વેકરીયા શહેરમાં સ્વચ્છતા જાળવવા અને કચરા વ્યવસ્થાપન માટે કડક કાર્યવાહીના ભાગરૂપે એક્શન મોડમાં આવ્યા છે. જાહેર સ્થળો પર ગંદકી કરતા અને નિયમોનો ભંગ કરતા વ્યવસાયિકો સામે સઘન ચેકિંગ હાથ ધરી શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે….
જેમાં આજે નગરપાલિકાની ટીમ દ્વારા શહેરની વિવિધ દુકાનો અને ખાણી-પીણીના એકમો પર રૂબરૂ સ્થળ તપાસ કરી સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરનારા અને યોગ્ય રીતે કચરાનો નિકાલ ન કરનારા વેપારીઓ સામે નિયમાનુસાર પગલાં લઈ કુલ ₹ ૨૫,૫૦૦ નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.


આ સાથે જ તમામ સંબંધિત સ્થળોએ સ્વચ્છતા જાળવવા અને કચરાના યોગ્ય વ્યવસ્થાપન અંગે વહીવટીતંત્ર દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. વેપારીઓને પોતાના વ્યવસાયના સ્થળે કચરો એકઠો કરવા, જાહેરમાં કચરો ન ફેંકવા અને ‘સ્વચ્છ અને સુંદર વાંકાનેર’ ના નિર્માણમાં તંત્રને પૂરતો સહયોગ આપવા ખાસ અપીલ કરવામાં આવી છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t



