વાંકાનેર નગરપાલિકાની મઘ્યસત્ર ચૂંટણી-૨૦૨૫ માટે તા.૧૬ ફેબ્રુઆર, રવીવારનાં રોજ મતદાન યોજાનાર હોય, જેથી વાંકાનેર શહેરી વિસ્તારમાં ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ નીચે નોંધાયેલ સંસ્થા, શૈક્ષણીક સંસ્થા, તેમજ બાંધકામ સાઈટ પરાના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે લોક પ્રતિનિધિત્વ ધારા-૧૯૫૧ ની કલમ ૧૩૫(બી) મુજબ શ્રમયોગીઓને સવેતન રજા આપવાની રહેશે..
આ જોગવાઈ અનુસાર સવેતન રજા જાહેર કરવાને કારણે સંબંધિત શ્રમયોગીઓ/કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશ નહીં. જે શ્રમયોગીઓને ગેરહાજરીથી જોખમ ઉભુ થવાના સંજોગો/શકયતા હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુકશાન થવા સંભવ હોય તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રીયાવાળા કામ કરતા શ્રમયોગી/કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે,
તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમ્યાન ત્રણ થી ચાર કલાક વારા-ફરતી મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે. જો કોઈ સંસ્થા કે માલિક કે નોકરીદાતા આ જોગવાઈથી વિરૂધ્ધ વર્તન કરશે તો ઉપરોકત કાયદા હેઠળ શિક્ષત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ એક પ્રેસ યાદીમાં જણાવ્યું છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm