વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામ ખાતે આવેલ હનુમાન મંદિરમાં ફરી તસ્કરો ત્રાટક્યા હતા, જેમાં અગાઉ પણ આજ મંદિરમાં ચોરી થઇ હોય, ત્યારે ગતરાત્રીના મંદિરમાં ફરી એક તસ્કર ત્રાટક્યો હતો અને હનુમાનજીની મૂર્તિને પ્રણામ કરી મુકુટ અને ચાંદીની માળાની ચોરી કરી નાસી છુટ્યો હતો, જે સમગ્ર ઘટના મંદિરના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામ ભગતશ્રી રાણીમાં-રૂડીમાના હનુમાનજી મંદિર ખાતે ગતરાત્રિના એક બુકાનીધારી તસ્કર ત્રાટક્યો હતો અને મંદિરમાં હનુમાનજીની મુર્તિને પ્રણામ કરી તસ્કરએ મુકુટ અને ચાંદીની માળાની ચોરી કરી નાસી છુટ્યો હતો. આ બનાવમાં ગામના સરપંચ જયુભા ઝાલાએ જણાવ્યું હતું કે, આ મંદિરમાં સાતેક મહિના અગાઉ પણ આવી જ રીતે ચોરી કરવામાં આવી હતી, જેના તસ્કરો હજુસુધી પકડાયા નથી ત્યાં ફરી ગતરાત્રીના ચોરી કરવામાં આવી છે, જેની જાણ વાંકાનેર પોલીસને કરવામાં આવી છે….
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમયથી વાંકાનેર વિસ્તારમાં તસ્કરોએ માઝા મૂકી હોય તેમ અવારનવાર ચોરીના બનાવો સામે આવી રહ્યા છે, જે ઘટનાઓ નિંદ્રાધીન પોલીસ માટે પણ પડકારરૂપ બની છે. હજી શહેરના જીનપરામાં થયેલ ચોરીના બનાવમાં કોઇ પોલીસ ફરિયાદ કે તપાસ આગળ વધી નથી ત્યાં ફરી તસ્કરોએ મંદિરમાં ચોરી કરતા નાગરિકો જાનમાલની અસલામતી અનુભવી રહ્યા છે. વારંવાર વાંકાનેર પંથકમાં થતી ચોરીઓને કારણે નાગરિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને પોલીસની કાર્યક્ષમતા સામે સવાલો ઉઠી રહ્યા છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm