નગરપાલિકાની 28 બેઠકો માટે ભાજપના 24, કોંગ્રેસના 11 અને અન્ય 18 ઉમેદવારો મેદાનમાં, મંગળવારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ચુંટણી ચિત્ર સ્પષ્ટ થશે…
વાંકાનેર નગરપાલિકાની ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે નગરપાલિકાની સાતેય વોર્ડની 28 બેઠકો પર ચુંટણી લડવા ઇચ્છુક 53 ઉમેદવારોએ પોતાના ઉમેદવારીપત્ર રજુ કર્યા છે, જેમાં ભાજપ દ્વારા નગરપાલિકા વોર્ડ નંબર 04 ને બાદ કરી બાકીના છ વોર્ડની 24 બેઠકો પર ઉમેદવારી પત્રો ભર્યા છે, જ્યારે કોંગ્રેસ દ્વારા વોર્ડ નં. બે માં 04, વોર્ડ નં. ત્રણ માં 02, વોર્ડ નં. ચારમાં 04 અને વોર્ડ નં. પાંચમાં 01 સહિત કુલ 11 ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જ્યારે વોર્ડ નં. સાતમાં બસપાએ 03 સહિત અન્ય 15 ઉમેદવારોએ ચુંટણી ફોર્મ રજૂ કર્યા છે….
આ સાથે જ વોર્ડ નંબર એકની ચૂંટણીમાં માત્ર ભાજપનાં ચાર ઉમેદવારોએ જ ઉમેદવારી પત્ર રજૂ કરતા આ ચારેય બેઠકો ભાજપ માટે બેનરીફ થઈ છે, જ્યારે વોર્ડ નંબર પાંચની ચાર બેઠકો માટે ભાજપના ચાર અને એક અન્ય કુલ પાંચ ઉમેદવારોએ ફોર્મ રજૂ કરતા ત્રણ બેઠક ભાજપ માટે બિનહરીફ બની છે. એટલે કે ચૂંટણી પહેલા જ નગરપાલિકાની 28 બેઠકો પૈકી ભાજપએ સાત બેઠકો બિનહરીફ જીતી લીધી છે….
નગરપાલિકા વોર્ડ મુજબ ઉમેદવારોની યાદી…
વોર્ડ નંબર 01
વોર્ડ નંબર 02
વોર્ડ નંબર 03
વોર્ડ નંબર 04
વોર્ડ નંબર 05
વોર્ડ નંબર 06
વોર્ડ નંબર 07
( લીલો – કોંગ્રેસ, લાલ – ભાજપ, બ્લુ – બસપા, સફેદ – અન્ય )
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LW0zizvUzkD8ZB62pi9Fm0