
વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માતની સર્જાયો છે, જેમાં પુરપાટ ઝડપે દોડતી એક કારે આગળ જતી છકડો રિક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારતાં રિક્ષા ચાલકનું ગંભીર ઈજાઓના કારણે મોત નીપજ્યું છે, જ્યારે રિક્ષામાં બેસેલા અન્ય એક મુસાફરને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે…

બાબતે પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક વઘાસીયા ગામની સીમમાંથી વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર સીમસ્ટોન સીરામીક ફેકટરી નજીક પસાર થતી કાર નંબર: GJ-36-AR-7881ના ચાલકે પોતાનું વાહન બેફામ અને પુરપાટ ઝડપે ચલાવીને આગળ જતી છકડો રિક્ષા નં. GJ-03-Z-4186 ને પાછળથી જોરદાર ઠોકર મારતા રિક્ષાનાકચ્ચરઘાણ નીકળી ગયો હતો,

જેમાં રિક્ષા ચાલક ભવાનભાઈ પાચીયા (ઉ.વ. ૫૫, રહે. ધમલપર) ને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત થયું હતું. જ્યારે રિક્ષામાં બેઠેલા મુસાફર લાલજીભાઇ ઉર્ફે લાલો ઘોઘાભાઈ ટોટા (ઉ.વ. ૩૪, રહે. હસનપર)ને તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. અકસ્માતના આ બનાવ અંગે ઈજાગ્રસ્ત લાલજીભાઇએ વાંકાનેર પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે.
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t



