Tuesday, October 6, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેરના લક્ષ્મીપરામાં પ્રેમલગ્નની અદાવતમાં એક પરિવાર પર જીવલેણ હુમલો, ત્રણ સામે...

    વાંકાનેર શહેરના લક્ષ્મીપરામાં પ્રેમલગ્નની અદાવતમાં એક પરિવાર પર જીવલેણ હુમલો, ત્રણ સામે ફરિયાદ….

    વાંકાનેર શહેરના લક્ષ્મીપરા વિસ્તારમાં પ્રેમલગ્નની અદાવત રાખીને એક જ પરિવારના સભ્યો પર જાહેરમાં હિંસક હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. મોડી રાત્રે થયેલા આ હુમલામાં લાકડી અને બેલ્ટ વડે માર મારવામાં આવતા ત્રણ લોકોને ઈજા પહોંચી છે. આ મામલે વાંકાનેર સીટી પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે…

    મળતી માહિતી મુજબ, વાંકાનેર શહેરના લક્ષ્મીપરા શેરી નંબર-૨માં રહેતા શાહીનબેન વાસીમભાઈ અમરેલીયાના દિયર તનવીરભાઈએ અલ્ફેઝ અલીમામદ માણેકીયાના મામી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ બાબતનું મનદુઃખ રાખીને ગતરાત્રીના અલ્ફેઝ માણેકીયા, તેનો મિત્ર મેહુલ ઠાકોર અને અન્ય એક અજાણ્યો શખ્સ મોટરસાઈકલ પર તનવીરભાઈના ઘર પાસે આવ્યા હતા. રાત્રિના સમયે ઘર પાસે ઉભા રહેલા આ શખ્સોને પરિવારજનોએ ત્યાં ઉભા રહેવાનું કારણ પૂછતાં જ તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો ભાંડીને ઝપાઝપી શરૂ કરી દીધી હતી.

    આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા અલ્ફેઝે પોતાની મોટરસાઈકલમાંથી લાકડી કાઢીને વાસીમભાઈના માથાના ભાગે ફટકારી દીધી હતી, જેના કારણે તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા અને તેમને ગંભીર ઈજા પહોંચી હતી. આ ઉપરાંત, સાથે આવેલા અજાણ્યા શખ્સે પોતાના હાથમાં રહેલા બેલ્ટ વડે શાહીનબેન અને તેમના પુત્ર અયાનને પણ ઢોરમાર માર્યો હતો. હુમલાને પગલે બૂમાબૂમ થતા શેરીના લોકો એકઠા થઈ ગયા હતા અને વચ્ચે પડીને પરિવારને વધુ મારથી બચાવ્યો હતો. લોકો ભેગા થઈ જતાં ત્રણેય હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા હતા.

    આ સમગ્ર મામલે ભોગ બનનાર શાહીનબેન અમરેલીયાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અલ્ફેઝ માણેકીયા, મેહુલ ઠાકોર અને એક અજાણ્યા શખ્સ એમ કુલ ત્રણ હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી ફરાર આરોપીઓને ઝડપી પાડવા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!