Sunday, November 8, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના લુણસર ગામે નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ કરાયું....

    વાંકાનેરના લુણસર ગામે નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ કરાયું….

    આજરોજ દિવાળીના પર્વ નિમિત્તે વાંકાનેર તાલુકાના લુણસર ગામે મુસાફરો અને જાહેર જનતાની સુવિધામાં વધારો કરવાના હેતુથી નવનિર્મિત બસ સ્ટેશનનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ નવું બસ સ્ટેશન રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની ગ્રાન્ટમાંથી નિર્માણ પામ્યું હોય જેનું લોકાર્પણ લુણસર ગામના સરપંચ ડાયાબાપાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે લુણસર તાલુકા પંચાયત બેઠકના સભ્ય જય વસિયાણી, ઉપસરપંચ ભાવેશ વસિયાણી તેમજ ગ્રામ પંચાયતના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ નવા બસ સ્ટેશનના નિર્માણથી હવેથી ગામના લોકોને અને વિદ્યાર્થીઓને અવરજવરમાં ભારે અનુકૂળતા રહેશે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!