વાંકાનેર શહેરના વીશીપરા ખાતે શ્રી મહેશ્વર મહાદેવના સાનિધ્યમાં મુખ્ય યજમાન દાતા પઢિયાર પરિવાર તેમજ કેસરીયા ગ્રુપ દ્વારા શ્રી શિવ મહાપુરાણ નવાહ્ પારાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કથાકાર શિવપુરવાળા શાસ્ત્રીજી જગદીશબાપુ (બાબાસાગર) બીરાજી રસપ્રદ શૈલીમાં સંગીતના સપ્તસુરો સંગ કથામૃતનું રસપાન કરાવશે.
શ્રી શિવ મહાપુરાણ નવાહ પારાયણ જ્ઞાનયજ્ઞનો આજે તા. ૩૦ ને રવિવારે શુભારંભ થયો હતો અને ભવ્ય વાજતે ગાજેતે પોથીયાત્રા નીકળી હતી જેમાં અસંખ્ય લોકોએ જોડાઈને પોથીજીનો લાભ લીધો હતો. પોથીયાત્રા સભા સ્થળે પહોંચ્યા બાદ પોથી પૂજન અને યજમાનો દ્વારા આરતી ઉતારવામાં આવી હતી ત્યાર બાદ કથા પ્રારંભ કરવામાં આવ્યો હતો…
શિવ મહાપુરાણ નવાહ પારાયણ જ્ઞાનયજ્ઞ દરમ્યાન વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે જેમાં રવિવારના રોજ મંગલાચરણ ગ્રંથ મહિમા વિશે વિસ્તૃત કથા કહેશે તેમજ તા. ૩૧ ના રોજ જયોતિર્લિંગ પ્રાગટય તા. ૦૨ એપ્રિલ બુધવારના રોજ સાંજે ૫-૦૦ કલાકે પાર્વતીજી પ્રાગટય તા. ૩ ના રોજ સાંજે ૫ વાગ્યે શિવ પાર્વતી વિવાહ યોજાશે. તા. ૫ ના રોજ બાર જયોર્તિલીંગ પુજા કરાશે તેમજ
તા. ૬ ના રોજ ત્રિદેવી પૂજન કરાશે તથા તા. ૭ ના રોજ સાંજે ૫ વાગ્યે કથા વિરામ થશે. જેમાં આ પાવનકારી શિવપીઠ પર શિવપુરવાળા શાસ્ત્રીજી શ્રી જગદીશબાપુ (બાબાસાગર) બીરાજી રસપ્રદ શૈલીમાં સંગીતના સપ્તસુરો સંગ કથામૃતનું રસપાન કરાવશે. આ પુણ્યસલિલા શિવકથામૃતનું રસપાન કરી માનવદેહ ધન્ય બનાવી પુણ્યનું ભાથું પ્રાપ્ત કરવા પધારવા આપ સર્વે ધર્મ અનુરાગી ભાવિક ભકતજનોને સમિતિ દ્વારા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm