Thursday, June 25, 2026
More
    Homeમુખ્ય સમાચારટંકારાકારખાનામાં વાહન ચલાવવાની અદાવતમાં વાંકાનેર બાઉન્ડ્રી પાસે યુવાન પર ચાર શખ્સોનો હુમલો....

    કારખાનામાં વાહન ચલાવવાની અદાવતમાં વાંકાનેર બાઉન્ડ્રી પાસે યુવાન પર ચાર શખ્સોનો હુમલો….

    મીતાણા પાસેના કારખાનામાં પિકઅપ વાહન ચલાવવા બાબતે થયેલી હરીફાઈ અને અદાવતમાં વાંકાનેર બાઉન્ડ્રી નજીક એક યુવાન પર લાકડાના ધોકા અને લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે, જેથી આ મામલે ભોગ બનનાર યુવાને ચાર ઇસમો સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે….

    બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામે રહેતા ફરિયાદી ભરતભાઇ હરજીભાઇ વરૂ (ઉ.વ. ૨૫) પોતાનું પિકઅપ વાહન મીતાણા પાસે આવેલ ‘રેકટાઇલ્સ’ નામના કારખાનામાં ચલાવતા હોય અને આ જ કારખાનામાં આરોપી વિજયભાઇ બાબુભાઇ ગમારાની પણ ગાડી ચાલતી હતી. ભરતભાઈનું વાહન પણ એ જ કારખાનામાં ચાલતું હોવાથી આરોપી વિજયભાઈને તે ગમતું ન હતું,

    જેની અદાવત અને ખાર મનમાં રાખીને વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલ શક્તિ ટી સ્ટોલ પાસે ફરિયાદી ભરતભાઈને આંતરી આરોપી ૧). વિજયભાઇ બાબુભાઇ ગમારા (રહે. વાછકપર, તા. ટંકારા), ૨). વિપુલભાઇ મોતિભાઇ ગમારા (રહે. સરાયા, તા. ટંકારા) તથા બે અજાણ્યા ઇસમોએ લાકડીના ધોકા તથા લોખંડના પાઇપ વડે હુમલો કરી ફરિયાદીને માર મારતાં આ મામલે ઇજાગ્રસ્ત થયેલા ભરતભાઈ વરૂએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ચારેય ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?s=cl&p=a&mlu=4&amv=0

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!