વાંકાનેર તાલુકાના જડેશ્વર મંદિર સામે આવેલ બસ સ્ટેશન પાછળથી મોરબી એસઓજી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે એક શખ્સને દેશી હાથ બનાવટના લોખંડના તમંચા સાથે ઝડપી પાડી, આરોપી સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ગુનો રજીસ્ટર કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજી ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના જડેશ્વર મંદિર સામે બસ સ્ટેશન પાછળથી આરોપી જાવેદભાઈ અલ્લારખાભાઈ સંધવાણી (ઉ.વ.૨૫, રહે. માલાની શેરી, સંધવાણીવાસ માળીયા)ની પોલીસે રૂ. ૫૦૦૦ની કિંમતના દેશી હાથ બનાવટના લોખંડના તમંચા સાથે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp