હળવદ ખાતે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાના સમર્થનમાં સમસ્ત કોળી સમાજનું સંમેલન યોજાયું હતું, જેમાં ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, ધોળકા-ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, રાજ્યસભાના પૂર્વ સાંસદ શંકરભાઈ વેગળ, ગુજરાત પ્રદેશ ચુવાડિયા કોળી સમાજના પ્રમુખ ધર્મેશભાઈ જીંજવાડિયા, વાંકાનેર તાલુકા પંચાયત કારોબારી સમિતીના ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેર, પૂર્વ ધારાસભ્ય પરષોત્તમભાઈ સાબરીયા, વાઘજીભાઈ ડાંગરોચા, કાળુભાઈ કાંકરેચા સહિત સમસ્ત કોળી સમાજના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો તેમજ સરપંચશ્રીઓ તથા કોળી સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા…
આ સંમેલનમાં વાંકાનેર તાલુકા પંચાયત કારોબારી સમિતીના ચેરમેન અને અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષા શ્રીમતી જીજ્ઞાસાબેન મેરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, લોકોએ ખોટી અફવાઓમાં આવવું નહિ, સમસ્ત કોળી સમાજ એક છે અને એક જ રહેશે. ખોટી અફવાહો ફેલાવતા કોળી સમાજના અલગ અલગ ભાગ દર્શાવતા મેસેજ કે એવા કોઈ પણ વ્યક્તિઓની ચળાવણીમાં ન આવે તેવી ખાસ અપીલ કરવામાં આવી અને સમસ્ત કોળી સમાજમાં કોઈ વિવાદ નથી અને વિવાદ કરવા વાળા અમુક ક્ષણિક લોકો જ છે એવા લોકોને પણ ચિંતન કરવા આહવાન કર્યું હતું….