Tuesday, July 8, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેરમાં રથયાત્રાના દિવસે વૈકલ્પિક માર્ગો પર વાહન વ્યવહાર નિયમન બાબતે જાહેરનામું...

    વાંકાનેર શહેરમાં રથયાત્રાના દિવસે વૈકલ્પિક માર્ગો પર વાહન વ્યવહાર નિયમન બાબતે જાહેરનામું પ્રસિદ્ધ…

    વાંકાનેર શહેરમાં અષાઢી બીજ નિમિત્તે યોજાનાર રથયાત્રા વાંકાનેર શહેર વિસ્તારમાં ગ્રીનચોક ધર્મચોક, રસાલા રોડ, વાંઢા લીમડા ચોક ત્યાંથી જીનપરા જકાતનાકા મેઈન રોડ, જકાતનાકા હાઈવે તેમજ નેશનલ હાઇવે 8 એ પરથી વાંકાનેર મિલ પ્લોટ સુધી પસાર થનાર છે. વાંકાનેર શહેરના આ મુખ્ય માર્ગો પર વાહનોની અવરજવર બહોળા પ્રમાણમાં રહેતી હોવાથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા તા.27-06-2025 ના રોજ મોરબી વાંકાનેર રાજકોટ તરફ જતા વાહનો માટે વૈકલ્પિક માર્ગ બાબતનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે…

    આ જાહેરનામા અનુસાર રાજકોટ શહેર તથા ટંકારા, મીતાણા, જામનગર તરફથી આવતા ભારે વાહનો અમરસર ફાટકથી સ્વામી વિવેકાનંદજી સ્ટેચ્યૂથી બસ સ્ટેન્ડ રોડથી દિવાનપરા રોડ થઈ અમરસિંહજી બાપુના સ્ટેચ્યૂથી સરકારી હોસ્પિટલ રોડ થઈ રાતીદેવરી ગામથી વાંકીયા ગામ થઈને નેશનલ હાઇવે તરફ આવી જઈ શકશે.

    મોરબી તરફથી આવતા ભારે વાહનો નેશનલ હાઇવે વાંકીયા ગામ થઈ રાતીદેવરીથી સરકારી હોસ્પિટલ રોડ થઈ અમરસિંહજી બાપુનું સ્ટેચ્યૂથી દિવાનપરા રોડ થઈ બસ સ્ટેન્ડ રોડથી સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યૂથી રાજકોટ રોડ તથા અમરસર ગામ મીતાણા, ટંકારા, જામનગર તરફ આવી જઈ શકશે.

    રાજકોટ શહેર તથા ટંકારા, મીતાણા, જામનગર તરફથી આવતા ભારે વાહનો સ્વામી વિવેકાનંદજી સ્ટેચ્યૂથી બસ સ્ટેન્ડ રોડથી દિવાનપરા રોડ થઈ અમરસિંહજી બાપુના સ્ટેચ્યૂથી સરકારી હોસ્પિટલ રોડ થઈ રાતીદેવરી ગામથી જડેશ્વર રોડથી મોરબી તરફ આવી જઈ શકશે. ટંકારા લજાઈથી આવતા વાહનો જડેશ્વર રોડ થઈ મોરબી તરફ આવી જઈ શકશે.

    ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના વાહનો, ફાયર ફાઇટર, સ્કૂલ/કોલેજના વાહનો તેમજ પૂર્વ મંજૂરી મેળવેલ હોય તેવા વાહનોને આ જાહેરનામાની જોગવાઇઓના અમલમાંથી મુક્તિ આપવામાં આવે છે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર બનશે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!