
વાંકાનેર તાલુકા પોલીસ મથકના પ્રોહીબિશન (દારૂ)ના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા એક વોન્ટેડ આરોપીને મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે સફળતાપૂર્વક ઝડપી લીધો છે. ચોક્કસ અને ભરોસાપાત્ર બાતમીના આધારે એલસીબીની ટીમે વાંકાનેર બાઉન્ડ્રી ખાતે વોચ ગોઠવીને આ કાયદેસરની કાર્યવાહી કરી છે….


બાબતે પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહીબીશનના ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપી ભનુભાઇ ઉર્ફે ખોડુભાઇ બહાદુરભાઇ ગોવાળિયા (ઉ.વ. ૩૩, રહે. ગામ-ખટડી, તા. ચોટીલા)ને વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી ઝડપી પાડી આગળની કાર્યવાહી અને તપાસ માટે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે.





