વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલા 2.18 કરોડના વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા 5 મહિનાથી ધરપકડ ટાળવા નાસતા ફરતા ત્રણ આરોપીઓને વાંકાનેર સીટી પોલીસ ટીમે જામનગર ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

બાબતે પ્રાપ્ત વિગતો મુજબ ગત તારીખ ૧૨/૦૩/૨૬ ના રોજ વાંકાનેર બાઉન્ટ્રીથી રાજકોટ તરફ જતા રસ્તે સુગર એન્ડ સ્પાઇસ હોટલ સામેથી એક બંધ બોડીની ટ્રકમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હોય જેમાં ફૂડ સોસની ખોટી બિલ્ટી અને ઇ-વે બિલ બનાવી ટ્રકમાંથી વિદેશી દારૂ-બિયર સહિત કુલ 2.18 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ ગુનાની તપાસ દરમિયાન જામનગરના ત્રણ શખ્સોએ દારૂનો જથ્થો મંગાવી ગુનામાં મદદગારી કરી હોવાનું ખૂલ્યું હતું. વાંકાનેર કોર્ટ તરફથી વોરંટ ઇશ્યુ થયા હોવા છતાં આ આરોપીઓ અવારનવાર તપાસ કરવા છતાં ન મળતા વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા કપાસ ચલાવી ખાનગી બાતમીના આધારે પોલીસે આરોપી ૧). સુનીલ ઉર્ફે ભુતી ધનજીભાઈ ડોણાસીયા (ઉંમર 28, રહે. નાગેશ્વર પાર્ક, વાકોલ માતાજીના મંદિર સામે, જામનગર), ૨). રોહીત ઉર્ફે કાનો ચંદુભાઈ લીંબડ (ઉંમર 43, રહે. શંકર ટેકરી, સુભાષપરા, જામનગર) અને ૩). સુનીલ ઉર્ફે સાગર હમીરભાઈ માણેક (ઉંમર 31, રહે. મયુરનગર વામ્બે આવાસ, જામનગર)ને જામનગર ખાતેથી ઝડપી લીધા હતા…

આ ગુનામાં ઝડપાયેલા ત્રણેય આરોપીઓ રીઢા ગુનેગાર હોય છેમાં સુનીલ ઉર્ફે સાગર માણેક સામે અગાઉ ખંભાળિયા, જામનગર સિટી, મીઠાપુર અને બેડી મરીન પોલીસ મથકમાં પ્રોહિબિશન અને મારામારી સહિતના 8 ગુનાઓ, આરોપી રોહીત ઉર્ફે કાના સામે જામનગર સિટી પોલીસ મથકમાં 4 ગુનાઓ અને સુનીલ ઉર્ફે ભુતી સામે જામનગરમાં 1 ગુનો નોંધાયેલ છે…

વાંકાનેર સીટી પોલીસ ટીમની આ કામગીરીમાં પ્રોબેશનલ પીઆઈ પી. આર. સોલંકી, પીએસઆઈ કે. એચ. ભોચીયા, હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ પરમાર, એએસઆઈ ધર્મેન્દ્રસિંહ જાડેજા, વિશ્વરાજસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ ઝાલા, રાણીંગભાઈ ખવડ, દર્શિતભાઈ વ્યાસ, હિતેન્દ્રસિંહ ઝાલા, ભરતકુમાર રમેશભાઈ, દિવ્યરાજસિંહ ઝાલા અને જગદીશભાઈ રંગપરા સહિતના રોકાયા હતા…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t



