
મોરબી જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદના કારણે નદીના પાણીના વેણમાં તણાઈ જવાથી મૃત્યુ પામેલા ૩ મૃતકોના પરિવારજનોને રાજ્ય સરકારની મૃત્યુ સહાય અન્વયે રૂ. ૪ લાખની આર્થિક સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા…


જેમાં માળિયા તાલુકાના ઘાંટીલા ગામે નદીના પાણીમાં તણાઈ જવાથી અવસાન પામેલા ગેલાભાઈ નોંધાભાઇ હાડગરા તેમજ વાંકાનેર તાલુકાના કોટડા નાયણી ગામે ડેમી નદીના પાણીમાં તણાઈ જવાથી અવસાન પામેલા સિરાજભાઈ ખમીશાભાઇ સંધી અને તેમના ૭ વર્ષીય પુત્ર કાસિમ સિરાજભાઈ સંધીના શોકગ્રસ્ત પરિવારજનોને રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમા સહાયના ચેક અર્પણ કરાયા હતા….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t



