Tuesday, October 13, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર સિટી અને તાલુકા પોલીસમાં નોંધાયેલ દારૂના ગુનામાં ફરાર બે આરોપીઓ ઝડપાયાં....

    વાંકાનેર સિટી અને તાલુકા પોલીસમાં નોંધાયેલ દારૂના ગુનામાં ફરાર બે આરોપીઓ ઝડપાયાં….

    મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત મોરબી એલસીબી ટીમએ વાંકાનેર સિટી અને તાલુકા વિસ્તારમાં નોંધાયેલા દારૂના જુદા જુદા બે ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડીને સ્થાનિક પોલીસને હવાલે કર્યા છે…..

    બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલસીબી પી.આઈ. એસ. પી. જાડેજાના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડવા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હોય, જે અંતર્ગત પેટ્રોલીંગ અને બાતમીના આધારે પોલીસે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહિબિશન (દારૂ) ના ગુનામાં વોન્ટેડ આરોપી સલીમ ઉર્ફે સાલો બાબુભાઈ વિકિયાણી (ઉ.વ. 38, રહે. સરાયા, તા. ટંકારા)ને વાંકાનેર બાઉન્ડ્રી નજીક પુલની નીચેથી

    તેમજ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના ગુનામાં ફરાર આરોપી વિશાલભાઈ ભીખુભાઈ ઓળકિયા (ઉ.વ. 25, રહે. જીંજુડા, તા. ચોટીલા) ને વાંકાનેર નેશનલ હાઇવે પર વઘાસીયા ટોલનાકા પાસેથી ઝડપી પાડી બંને આરોપીઓને સ્થાનિક પોલીસ હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!