વાંકાનેર સીટી પોલીસને નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની ઝુંબેશમાં એક સફળતા મળી છે, જેમાં ચોરીના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી પોલીસને થાપ આપીને નાસતા ફરતા આરોપીને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….


બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, જિલ્લા પોલીસ વડાની સૂચનાથી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં નાસતા ફરતા (વોન્ટેડ) આરોપીઓને પકડી પાડવા માટે પ્રયત્નશીલ હોય દરમ્યાન સ્ટાફને મળેલ ખાનગી બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસમાં નોંધાયેલ ચોરીના ગુનામાં છેલ્લા દોઢેક વર્ષથી ફરાર આરોપી ઘનશ્યામભાઇ રાજુભાઇ હળવદીયા (ઉ.વ. ૩૦, રહે. આવાસ ક્વાર્ટર, લીલપર રોડ, મોરબી) ને પોલીસે શહેરના જીનપરા જકાતનાકા પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….




